الفيل
The Elephant • 5 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1૧. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ?
2૨. શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી?
3૩. અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.
4૪. જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.
5૫. બસ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.