الهمزة
The Gossipmonger • 9 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1૧. વિનાશ છે, તે દરેક લોકો માટે જે લોકોની ખામીઓ કાઢે છે અને મહેણાં-ટોણાં મારે છે.
2૨. જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.
3૩. તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.
4૪. કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.
5૫. અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે?
6૬. અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.
7૭. જે હૃદયો પર ચઢતી જશે.
8૮. તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.
9૯. મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)