الشرح
The Relief • 8 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1૧. શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
2૨. અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
3૩. જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
4૪. અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
5૫. બસ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
6૬. ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
7૭. બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
8૮. અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.