العلق
The Clot • 19 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1૧. પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. કર્યુ.
2૨. જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ.
3૩. પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે.
4૪. જેણે પેન વડે (જ્ઞાન) શીખવાડયું.
5૫. માનવીને તે કઈ શીખવાડયું, જે તે નહતો જાણતો .
6૬. ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે.
7૭. એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે.
8૮. ખરેખર (તમારે) પોતાના પાલનહાર તરફ પાછા ફરવાનું છે.
9૯. શું તમે તે વ્યક્તિને જોયો, જે રોકે છે.
10૧૦. જ્યારે કે તે બંદો નમાઝ પઢતો હોય છે.
11૧૧. થોડુંક વિચારો! જો તે બંદો હિદાયત પર હોય,
12૧૨. અથવા તો તક્વાનો આદેશ આપતો હોય. (તો શું તેને રોકવું ગુમરાહી નથી)?
13૧૩. અને થોડો વિચાર કરો (તે રોકનાર) જો તે સત્ય વાત જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય,
14૧૪. તો શું તે નથી જાણતો કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.
15૧૫. કદાપિ નહી, જો તે આવું જ કરતો રહેશે, તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું.
16૧૬. એવુ કપાળ, જે જુઠ્ઠુ પાપી છે.
17૧૭. હવે તે પોતાના મજલીસ વાળાઓને બોલાવી લે.
18૧૮. અમે પણ (અઝાબના) ફરિશ્તાઓને બોલાવી લઇશું.
19૧૯. ક્યારેય નહી,! તેની વાત કદાપિ ન માનશો. અને સિજદો કરી (પોતાના પાલનહારની) નિકટતા પ્રાપ્ત કરો.