Ash-Shu'ara

الشعراء

The Poets227 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

طسٓمٓ﴿١

1૧. તો-સીમ્-મીમ [1]

تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ ٱلۡمُبِينِ﴿٢

2૨. આ તે કિતાબની આયતો છે, જે સત્યને સ્પષ્ટ કરી દે છે.

لَعَلَّكَ بَٰخِعٞ نَّفۡسَكَ أَلَّا يَكُونُواْ مُؤۡمِنِينَ﴿٣

3૩. (હે નબી) જો આ લોકો ઈમાન નથી લાવતા તો આ દુ:ખમાં કદાચ તમે પોતાને જ હલાક કરી નાખો.

إِن نَّشَأۡ نُنَزِّلۡ عَلَيۡهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةٗ فَظَلَّتۡ أَعۡنَٰقُهُمۡ لَهَا خَٰضِعِينَ﴿٤

4૪. જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.

وَمَا يَأۡتِيهِم مِّن ذِكۡرٖ مِّنَ ٱلرَّحۡمَٰنِ مُحۡدَثٍ إِلَّا كَانُواْ عَنۡهُ مُعۡرِضِينَ﴿٥

5૫. અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે કોઈ નવી શિખામણ આવે છે, તો આ લોકો તેનાથી મોઢું ફેરવી લે છે.

فَقَدۡ كَذَّبُواْ فَسَيَأۡتِيهِمۡ أَنۢبَٰٓؤُاْ مَا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ﴿٦

6૬. તે લોકોએ જુઠલાવી ચુક્યા છે, હવે તેમના માટે નજીકમાં જ તે વાતોની ખબર પડી જશે, જેની તેઓ મશ્કરી કરી રહ્યા હતા.

أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلۡأَرۡضِ كَمۡ أَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ زَوۡجٖ كَرِيمٍ﴿٧

7૭. શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે?

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿٨

8૮. નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿٩

9૯. અને ખરેખર તમારો પાલનહાર દરેક વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે અને અત્યંત દયાળુ છે.

وَإِذۡ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئۡتِ ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ﴿١٠

10૧૦. અને (તે કિસ્સો યાદ કરો) જ્યારે તમારા પાલનહારે મૂસાને પોકાર્યા કે તમે જાલિમ કોમ તરફ જાઓ.

قَوۡمَ فِرۡعَوۡنَۚ أَلَا يَتَّقُونَ﴿١١

11૧૧. અર્થાત ફિરઔનની કોમ પાસે, શું તે ડરતા નથી?

قَالَ رَبِّ إِنِّيٓ أَخَافُ أَن يُكَذِّبُونِ﴿١٢

12૧૨. મૂસાએ કહ્યું, મારા પાલનહાર! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી દેશે.

وَيَضِيقُ صَدۡرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرۡسِلۡ إِلَىٰ هَٰرُونَ﴿١٣

13૧૩. અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે અને મારી જબાન ચાલતી નથી, બસ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.

وَلَهُمۡ عَلَيَّ ذَنۢبٞ فَأَخَافُ أَن يَقۡتُلُونِ﴿١٤

14૧૪. અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.

قَالَ كَلَّاۖ فَٱذۡهَبَا بِـَٔايَٰتِنَآۖ إِنَّا مَعَكُم مُّسۡتَمِعُونَ﴿١٥

15૧૫. અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે તમારી સાથે છે. અમે બધું જ સાંભળી રહ્યા છે.

فَأۡتِيَا فِرۡعَوۡنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿١٦

16૧૬. તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો કે ખરેખર અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના પયગંબર છે.

أَنۡ أَرۡسِلۡ مَعَنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ﴿١٧

17૧૭. (અને એટલા માટે આવ્યા છે) કે તું બની ઇસ્રાઇલને (આઝાદ કરી) અમારી સાથે મોકલી દે.

قَالَ أَلَمۡ نُرَبِّكَ فِينَا وَلِيدٗا وَلَبِثۡتَ فِينَا مِنۡ عُمُرِكَ سِنِينَ﴿١٨

18૧૮. ફિરઔને કહ્યું કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ કર્યું ન હતું? અને તે પોતાની વયના ઘણા વર્ષો અમારી સાથે પસાર કર્યા ન હતા?

وَفَعَلۡتَ فَعۡلَتَكَ ٱلَّتِي فَعَلۡتَ وَأَنتَ مِنَ ٱلۡكَٰفِرِينَ﴿١٩

19૧૯. પછી તેં તે કામ કર્યું, જે તું કરીને જતો રહ્યો અને તું કૃતઘ્ની છે.

قَالَ فَعَلۡتُهَآ إِذٗا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ﴿٢٠

20૨૦. મૂસાએ જવાબ આપ્યો કે તે કામ મારાથી ભૂલથી થઇ ગયું હતું,

فَفَرَرۡتُ مِنكُمۡ لَمَّا خِفۡتُكُمۡ فَوَهَبَ لِي رَبِّي حُكۡمٗا وَجَعَلَنِي مِنَ ٱلۡمُرۡسَلِينَ﴿٢١

21૨૧. પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે હિકમત આપી. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.

وَتِلۡكَ نِعۡمَةٞ تَمُنُّهَا عَلَيَّ أَنۡ عَبَّدتَّ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ﴿٢٢

22૨૨. જે ઉપકાર તું મારી સામે વર્ણન કરી રહ્યો છે, તે એટલા માટે કે તે બને ઇસ્રાઇલને ગુલામ બનાવી રાખી હતી.

قَالَ فِرۡعَوۡنُ وَمَا رَبُّ ٱلۡعَٰلَمِينَ﴿٢٣

23૨૩. ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે?

قَالَ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَآۖ إِن كُنتُم مُّوقِنِينَ﴿٢٤

24૨૪. મૂસાએ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.

قَالَ لِمَنۡ حَوۡلَهُۥٓ أَلَا تَسۡتَمِعُونَ﴿٢٥

25૨૫. ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી? (જે આ કહે છે)

قَالَ رَبُّكُمۡ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلۡأَوَّلِينَ﴿٢٦

26૨૬. મૂસાએ કહ્યું, હા, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.

قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِيٓ أُرۡسِلَ إِلَيۡكُمۡ لَمَجۡنُونٞ﴿٢٧

27૨૭. ફિરઔને કહ્યું, આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.

قَالَ رَبُّ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَمَا بَيۡنَهُمَآۖ إِن كُنتُمۡ تَعۡقِلُونَ﴿٢٨

28૨૮. મૂસાએ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.

قَالَ لَئِنِ ٱتَّخَذۡتَ إِلَٰهًا غَيۡرِي لَأَجۡعَلَنَّكَ مِنَ ٱلۡمَسۡجُونِينَ﴿٢٩

29૨૯. ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ! જો તેં મારા સિવાય બીજા કોઈને ઇલાહ બનાવ્યો તો હું તને કેદમાં નાખી દઈશ.

قَالَ أَوَلَوۡ جِئۡتُكَ بِشَيۡءٖ مُّبِينٖ﴿٣٠

30૩૦. મૂસાએ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું?

قَالَ فَأۡتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ﴿٣١

31૩૧. ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લઈ આવ.

فَأَلۡقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعۡبَانٞ مُّبِينٞ﴿٣٢

32૩૨. મૂસાએ (તે જ સમયે) પોતાની લાકડી નાખી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,

وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِيَ بَيۡضَآءُ لِلنَّٰظِرِينَ﴿٣٣

33૩૩. અને પોતાનો હાથ (બગલ માંથી) ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.

قَالَ لِلۡمَلَإِ حَوۡلَهُۥٓ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٞ﴿٣٤

34૩૪. ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.

يُرِيدُ أَن يُخۡرِجَكُم مِّنۡ أَرۡضِكُم بِسِحۡرِهِۦ فَمَاذَا تَأۡمُرُونَ﴿٣٥

35૩૫. આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો! હવે તમે શું મશવરો આપો છો?

قَالُوٓاْ أَرۡجِهۡ وَأَخَاهُ وَٱبۡعَثۡ فِي ٱلۡمَدَآئِنِ حَٰشِرِينَ﴿٣٦

36૩૬. તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.

يَأۡتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٖ﴿٣٧

37૩૭. જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.

فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَٰتِ يَوۡمٖ مَّعۡلُومٖ﴿٣٨

38૩૮. પછી એક નક્કી કરેલ દિવસે દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,

وَقِيلَ لِلنَّاسِ هَلۡ أَنتُم مُّجۡتَمِعُونَ﴿٣٩

39૩૯. અને દરેક લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે પણ આ સભામાં હાજર રહેશો?

لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُواْ هُمُ ٱلۡغَٰلِبِينَ﴿٤٠

40૪૦. જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરવું પડશે.

فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُواْ لِفِرۡعَوۡنَ أَئِنَّ لَنَا لَأَجۡرًا إِن كُنَّا نَحۡنُ ٱلۡغَٰلِبِينَ﴿٤١

41૪૧. જયારે જાદુગરો (મેદાનમાં) આવી ગયા તો ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે?

قَالَ نَعَمۡ وَإِنَّكُمۡ إِذٗا لَّمِنَ ٱلۡمُقَرَّبِينَ﴿٤٢

42૪૨. ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો (તમને ઇનામ પણ મળશે) અને તમે મારા ખાસ લોકો બની જશો.

قَالَ لَهُم مُّوسَىٰٓ أَلۡقُواْ مَآ أَنتُم مُّلۡقُونَ﴿٤٣

43૪૩. મૂસાએ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,

فَأَلۡقَوۡاْ حِبَالَهُمۡ وَعِصِيَّهُمۡ وَقَالُواْ بِعِزَّةِ فِرۡعَوۡنَ إِنَّا لَنَحۡنُ ٱلۡغَٰلِبُونَ﴿٤٤

44૪૪. તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે ફિરઔનની ઇજજતની કસમ! ખરેખર અમે જ વિજય મેળવીશું.

فَأَلۡقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ﴿٤٥

45૪૫. હવે મૂસાએ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું.

فَأُلۡقِيَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ﴿٤٦

46૪૬. આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,

قَالُوٓاْ ءَامَنَّا بِرَبِّ ٱلۡعَٰلَمِينَ﴿٤٧

47૪૭. અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,

رَبِّ مُوسَىٰ وَهَٰرُونَ﴿٤٨

48૪૮. એટલે કે મૂસા અને હારૂનના પાલનહાર પર,

قَالَ ءَامَنتُمۡ لَهُۥ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِي عَلَّمَكُمُ ٱلسِّحۡرَ فَلَسَوۡفَ تَعۡلَمُونَۚ لَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ وَلَأُصَلِّبَنَّكُمۡ أَجۡمَعِينَ﴿٤٩

49૪૯. ફિરઔને કહ્યું કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા? ખરેખર આ તમારો મોટો (શિક્ષક) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.

قَالُواْ لَا ضَيۡرَۖ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ﴿٥٠

50૫૦. તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા છે.

إِنَّا نَطۡمَعُ أَن يَغۡفِرَ لَنَا رَبُّنَا خَطَٰيَٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلۡمُؤۡمِنِينَ﴿٥١

51૫૧. અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે. એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવ્યા છે.

۞ وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَسۡرِ بِعِبَادِيٓ إِنَّكُم مُّتَّبَعُونَ﴿٥٢

52૫૨. અને અમે મૂસાને વહી કરી કે રાત્રે જ મારા બંદાઓને લઇને નીકળી જાવ, તમારો સૌનો પીછો કરવામાં આવશે.

فَأَرۡسَلَ فِرۡعَوۡنُ فِي ٱلۡمَدَآئِنِ حَٰشِرِينَ﴿٥٣

53૫૩. આના માટે (ફોજ ભેગી કરવા) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.

إِنَّ هَٰٓؤُلَآءِ لَشِرۡذِمَةٞ قَلِيلُونَ﴿٥٤

54૫૪. (અને તેમને કહી મોકલ્યા કે) આ (બની ઇસરાઈલ) થોડાક જ લોકો છે.

وَإِنَّهُمۡ لَنَا لَغَآئِظُونَ﴿٥٥

55૫૫. અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.

وَإِنَّا لَجَمِيعٌ حَٰذِرُونَ﴿٥٦

56૫૬. અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.

فَأَخۡرَجۡنَٰهُم مِّن جَنَّٰتٖ وَعُيُونٖ﴿٥٧

57૫૭. છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે બહાર કાઢી લાવ્યા,

وَكُنُوزٖ وَمَقَامٖ كَرِيمٖ﴿٥٨

58૫૮. અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.

كَذَٰلِكَۖ وَأَوۡرَثۡنَٰهَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ﴿٥٩

59૫૯. અને અમે બની ઇસરાઇલને તે વસ્તુઓના વારસદાર બનાવી દીધા.

فَأَتۡبَعُوهُم مُّشۡرِقِينَ﴿٦٠

60૬૦. બસ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.

فَلَمَّا تَرَٰٓءَا ٱلۡجَمۡعَانِ قَالَ أَصۡحَٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدۡرَكُونَ﴿٦١

61૬૧. બસ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.

قَالَ كَلَّآۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهۡدِينِ﴿٦٢

62૬૨. મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.

فَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضۡرِب بِّعَصَاكَ ٱلۡبَحۡرَۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرۡقٖ كَٱلطَّوۡدِ ٱلۡعَظِيمِ﴿٦٣

63૬૩. અમે મૂસા તરફ વહી કરી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.

وَأَزۡلَفۡنَا ثَمَّ ٱلۡأٓخَرِينَ﴿٦٤

64૬૪. અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,

وَأَنجَيۡنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجۡمَعِينَ﴿٦٥

65૬૫. અને મૂસા અને તેમના દરેક મિત્રોને બચાવી લીધા.

ثُمَّ أَغۡرَقۡنَا ٱلۡأٓخَرِينَ﴿٦٦

66૬૬. પછી બીજા લોકોને ડુબાડી દીધા.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿٦٧

67૬૭. ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿٦٨

68૬૮. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.

وَٱتۡلُ عَلَيۡهِمۡ نَبَأَ إِبۡرَٰهِيمَ﴿٦٩

69૬૯. તે લોકોને ઇબ્રાહીમનો કિસ્સો (પણ) સંભળાવી દો,

إِذۡ قَالَ لِأَبِيهِ وَقَوۡمِهِۦ مَا تَعۡبُدُونَ﴿٧٠

70૭૦. જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો?

قَالُواْ نَعۡبُدُ أَصۡنَامٗا فَنَظَلُّ لَهَا عَٰكِفِينَ﴿٧١

71૭૧. તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.

قَالَ هَلۡ يَسۡمَعُونَكُمۡ إِذۡ تَدۡعُونَ﴿٧٢

72૭૨. તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે?

أَوۡ يَنفَعُونَكُمۡ أَوۡ يَضُرُّونَ﴿٧٣

73૭૩. અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે?

قَالُواْ بَلۡ وَجَدۡنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفۡعَلُونَ﴿٧٤

74૭૪. તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,

قَالَ أَفَرَءَيۡتُم مَّا كُنتُمۡ تَعۡبُدُونَ﴿٧٥

75૭૫. ઇબ્રાહિમે કહ્યું, તમે ક્યારેય તે વસ્તુને ધ્યાનથી જોયા છે, જેની તમે બંદગી કરી રહ્યા છો

أَنتُمۡ وَءَابَآؤُكُمُ ٱلۡأَقۡدَمُونَ﴿٧٦

76૭૬. તમે અને તમારા પૂર્વજો જેની ઈબાદત કરતા હતા.

فَإِنَّهُمۡ عَدُوّٞ لِّيٓ إِلَّا رَبَّ ٱلۡعَٰلَمِينَ﴿٧٧

77૭૭. આ સૌ મારા શત્રુઓ છે, એક અલ્લાહ સિવાય

ٱلَّذِي خَلَقَنِي فَهُوَ يَهۡدِينِ﴿٧٨

78૭૮. જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.

وَٱلَّذِي هُوَ يُطۡعِمُنِي وَيَسۡقِينِ﴿٧٩

79૭૯. તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.

وَإِذَا مَرِضۡتُ فَهُوَ يَشۡفِينِ﴿٨٠

80૮૦. અને જ્યારે હું બિમાર પડું તો તે જ મને તંદુરસ્તી આપે છે.

وَٱلَّذِي يُمِيتُنِي ثُمَّ يُحۡيِينِ﴿٨١

81૮૧. અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.

وَٱلَّذِيٓ أَطۡمَعُ أَن يَغۡفِرَ لِي خَطِيٓـَٔتِي يَوۡمَ ٱلدِّينِ﴿٨٢

82૮૨. અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.

رَبِّ هَبۡ لِي حُكۡمٗا وَأَلۡحِقۡنِي بِٱلصَّٰلِحِينَ﴿٨٣

83૮૩. (ત્યારબાદ ઈબ્રાહીમે દુઆ કરી કે) હે મારા પાલનહાર! મને હિકમત આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.

وَٱجۡعَل لِّي لِسَانَ صِدۡقٖ فِي ٱلۡأٓخِرِينَ﴿٨٤

84૮૪. અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.

وَٱجۡعَلۡنِي مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ﴿٨٥

85૮૫. મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.

وَٱغۡفِرۡ لِأَبِيٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ﴿٨٦

86૮૬. અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે ગુમરાહ લોકો માંથી છે.

وَلَا تُخۡزِنِي يَوۡمَ يُبۡعَثُونَ﴿٨٧

87૮૭. અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.

يَوۡمَ لَا يَنفَعُ مَالٞ وَلَا بَنُونَ﴿٨٨

88૮૮. જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.

إِلَّا مَنۡ أَتَى ٱللَّهَ بِقَلۡبٖ سَلِيمٖ﴿٨٩

89૮૯. જે વ્યક્તિ અલ્લાહ પાસે સલામતીવાળું દિલ લીને આવશે, (તેને નજાત મળશે.)

وَأُزۡلِفَتِ ٱلۡجَنَّةُ لِلۡمُتَّقِينَ﴿٩٠

90૯૦. (તે દિવસે) જન્નત પરહેજગારોની અત્યંત નજીક કરી દેવામાં આવશે.

وَبُرِّزَتِ ٱلۡجَحِيمُ لِلۡغَاوِينَ﴿٩١

91૯૧. અને ગુમરાહ લોકોને જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.

وَقِيلَ لَهُمۡ أَيۡنَ مَا كُنتُمۡ تَعۡبُدُونَ﴿٩٢

92૯૨. અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે?

مِن دُونِ ٱللَّهِ هَلۡ يَنصُرُونَكُمۡ أَوۡ يَنتَصِرُونَ﴿٩٣

93૯૩. જે અલ્લાહ સિવાય હતા, શું તેઓ તમારી મદદ કરી શકે છે અથવા તેઓ પોતાને જ બચાવી શકે છે,

فَكُبۡكِبُواْ فِيهَا هُمۡ وَٱلۡغَاوُۥنَ﴿٩٤

94૯૪. બસ! તે સૌ ઇલાહ અને બધા ગુમરાહ લોકોને જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.

وَجُنُودُ إِبۡلِيسَ أَجۡمَعُونَ﴿٩٥

95૯૫. અને ઇબ્લિસના લશ્કરો પણ .

قَالُواْ وَهُمۡ فِيهَا يَخۡتَصِمُونَ﴿٩٦

96૯૬. ત્યાં અંદરો અંદર ઝઘડો કરી (પોતાના ઇલાહોને) કહેશે.

تَٱللَّهِ إِن كُنَّا لَفِي ضَلَٰلٖ مُّبِينٍ﴿٩٧

97૯૭. કે અલ્લાહની કસમ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે ગુમરાહ હતાં.

إِذۡ نُسَوِّيكُم بِرَبِّ ٱلۡعَٰلَمِينَ﴿٩٨

98૯૮. જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.

وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلۡمُجۡرِمُونَ﴿٩٩

99૯૯. અને અમને તો તે મોટા અપરાધીઓ જ ગુમરાહ કર્યા.

فَمَا لَنَا مِن شَٰفِعِينَ﴿١٠٠

100૧૦૦. હવે તો અમારા માટે કોઈ ભલામણ કરવાવાળો નથી .

وَلَا صَدِيقٍ حَمِيمٖ﴿١٠١

101૧૦૧. અને ન તો શુભેચ્છુક મિત્ર.

فَلَوۡ أَنَّ لَنَا كَرَّةٗ فَنَكُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ﴿١٠٢

102૧૦૨. જો કદાચ અમને એક વાર ફરી (દુનિયામાં) પાછા જવાનું મળે તો અમે સાચા ઈમાનવાળા બની જઈશુ.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿١٠٣

103૧૦૩. આમાં પણ એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿١٠٤

104૧૦૪. નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.

كَذَّبَتۡ قَوۡمُ نُوحٍ ٱلۡمُرۡسَلِينَ﴿١٠٥

105૧૦૫. નૂહની કોમના લોકોએ (પણ) પયગંબરોને જુઠલાવ્યા.

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ نُوحٌ أَلَا تَتَّقُونَ﴿١٠٦

106૧૦૬. જ્યારે કે તેમના ભાઇ નૂહએ કહ્યું, કે શું તમેં (અલ્લાહથી) ડરતા નથી?

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ﴿١٠٧

107૧૦૭. હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١٠٨

108૧૦૮. બસ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿١٠٩

109૧૦૯. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١١٠

110૧૧૦. બસ! તમે અલ્લાહનો ડર રાખો અને મારી આજ્ઞાનું પાલન કરો.

۞ قَالُوٓاْ أَنُؤۡمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلۡأَرۡذَلُونَ﴿١١١

111૧૧૧. કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.

قَالَ وَمَا عِلۡمِي بِمَا كَانُواْ يَعۡمَلُونَ﴿١١٢

112૧૧૨. પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ શું કામ કરે છે?

إِنۡ حِسَابُهُمۡ إِلَّا عَلَىٰ رَبِّيۖ لَوۡ تَشۡعُرُونَ﴿١١٣

113૧૧૩. તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજતા હોવ.

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلۡمُؤۡمِنِينَ﴿١١٤

114૧૧૪. હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,

إِنۡ أَنَا۠ إِلَّا نَذِيرٞ مُّبِينٞ﴿١١٥

115૧૧૫. હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.

قَالُواْ لَئِن لَّمۡ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلۡمَرۡجُومِينَ﴿١١٦

116૧૧૬. તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.

قَالَ رَبِّ إِنَّ قَوۡمِي كَذَّبُونِ﴿١١٧

117૧૧૭. નૂહએ કહ્યું કે હે મારા પાલનહાર! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,

فَٱفۡتَحۡ بَيۡنِي وَبَيۡنَهُمۡ فَتۡحٗا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ﴿١١٨

118૧૧૮. બસ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.

فَأَنجَيۡنَٰهُ وَمَن مَّعَهُۥ فِي ٱلۡفُلۡكِ ٱلۡمَشۡحُونِ﴿١١٩

119૧૧૯. છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.

ثُمَّ أَغۡرَقۡنَا بَعۡدُ ٱلۡبَاقِينَ﴿١٢٠

120૧૨૦. બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿١٢١

121૧૨૧. નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿١٢٢

122૧૨૨. અને નિ:શંક તમારો પાલનહાર દરેક પર વિજયી અને અત્યંત દયાળુ છે.

كَذَّبَتۡ عَادٌ ٱلۡمُرۡسَلِينَ﴿١٢٣

123૧૨૩. આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ هُودٌ أَلَا تَتَّقُونَ﴿١٢٤

124૧૨૪. જ્યારે તેમને તેમના ભાઇ હૂદે કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી?

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ﴿١٢٥

125૧૨૫. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١٢٦

126૧૨૬. બસ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿١٢٧

127૧૨૭. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

أَتَبۡنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةٗ تَعۡبَثُونَ﴿١٢٨

128૧૨૮. આ શું વાત છે કે તમે દરેક ઊચી જગ્યા પર કોઈ કારણ વગર એક આલીશાન ઇમારત બનાવી લો છો.

وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمۡ تَخۡلُدُونَ﴿١٢٩

129૧૨૯. અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.

وَإِذَا بَطَشۡتُم بَطَشۡتُمۡ جَبَّارِينَ﴿١٣٠

130૧૩૦. અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત જાલિમ બની આપો છો.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١٣١

131૧૩૧. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

وَٱتَّقُواْ ٱلَّذِيٓ أَمَدَّكُم بِمَا تَعۡلَمُونَ﴿١٣٢

132૧૩૨. તેનાથી ડરો, જેણે તમને તે બધું જ આપ્યું છે, જેને તમે જાણો છો.

أَمَدَّكُم بِأَنۡعَٰمٖ وَبَنِينَ﴿١٣٣

133૧૩૩. તેણે તમારી ધન અને સંતાન દ્વારા મદદ કરી,

وَجَنَّٰتٖ وَعُيُونٍ﴿١٣٤

134૧૩૪. બગીચા અને ઝરણાં દ્વારા.

إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيمٖ﴿١٣٥

135૧૩૫. મને તો તમારી બાબતે મોટા દિવસના અઝાબનો ભય છે.

قَالُواْ سَوَآءٌ عَلَيۡنَآ أَوَعَظۡتَ أَمۡ لَمۡ تَكُن مِّنَ ٱلۡوَٰعِظِينَ﴿١٣٦

136૧૩૬. તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.

إِنۡ هَٰذَآ إِلَّا خُلُقُ ٱلۡأَوَّلِينَ﴿١٣٧

137૧૩૭. આ તો તે જ વાતો છે, જે પહેલાનાં લોકો કહેતા આવ્યા છે.

وَمَا نَحۡنُ بِمُعَذَّبِينَ﴿١٣٨

138૧૩૮. અને અમારા પર ક્યારેય અઝાબ નહી આવે.

فَكَذَّبُوهُ فَأَهۡلَكۡنَٰهُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿١٣٩

139૧૩૯. જો કે આદના લોકોએ હૂદને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો માનતા નથી.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿١٤٠

140૧૪૦. નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.

كَذَّبَتۡ ثَمُودُ ٱلۡمُرۡسَلِينَ﴿١٤١

141૧૪૧. ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ صَٰلِحٌ أَلَا تَتَّقُونَ﴿١٤٢

142૧૪૨. તેમના ભાઇ સાલિહએ તેમને કહ્યું કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી?

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ﴿١٤٣

143૧૪૩. હું તમારી તરફ નિષ્ઠાવાન પયગંબર છું.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١٤٤

144૧૪૪. તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿١٤٥

145૧૪૫. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

أَتُتۡرَكُونَ فِي مَا هَٰهُنَآ ءَامِنِينَ﴿١٤٦

146૧૪૬. શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશો.

فِي جَنَّٰتٖ وَعُيُونٖ﴿١٤٧

147૧૪૭. એટલે કે આ બગીચાઓ અને ઝરણાઓમાં,

وَزُرُوعٖ وَنَخۡلٖ طَلۡعُهَا هَضِيمٞ﴿١٤٨

148૧૪૮. અને તે ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.

وَتَنۡحِتُونَ مِنَ ٱلۡجِبَالِ بُيُوتٗا فَٰرِهِينَ﴿١٤٩

149૧૪૯. અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١٥٠

150૧૫૦. બસ! અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

وَلَا تُطِيعُوٓاْ أَمۡرَ ٱلۡمُسۡرِفِينَ﴿١٥١

151૧૫૧. નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.

ٱلَّذِينَ يُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِ وَلَا يُصۡلِحُونَ﴿١٥٢

152૧૫૨. જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.

قَالُوٓاْ إِنَّمَآ أَنتَ مِنَ ٱلۡمُسَحَّرِينَ﴿١٥٣

153૧૫૩. તેમણે કહ્યું કે બસ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.

مَآ أَنتَ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا فَأۡتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ﴿١٥٤

154૧૫૪. તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ નિશાની લઈને આવો.

قَالَ هَٰذِهِۦ نَاقَةٞ لَّهَا شِرۡبٞ وَلَكُمۡ شِرۡبُ يَوۡمٖ مَّعۡلُومٖ﴿١٥٥

155૧૫૫. પયગંબરે કહ્યું છે. (લો) આ છે ઊંટડી, આ ઊંટડીના પાણી પીવા માટે દિવસ નક્કી છે અને એક દિવસ તમારા સૌ માટે.

وَلَا تَمَسُّوهَا بِسُوٓءٖ فَيَأۡخُذَكُمۡ عَذَابُ يَوۡمٍ عَظِيمٖ﴿١٥٦

156૧૫૬. (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસનો અઝાબ તમારી પકડ કરી લેશે.

فَعَقَرُوهَا فَأَصۡبَحُواْ نَٰدِمِينَ﴿١٥٧

157૧૫૭. તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, પછી તેઓ (અઝાબના ડરથી) પસ્તાવો કરવા લાગ્યા.

فَأَخَذَهُمُ ٱلۡعَذَابُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿١٥٨

158૧૫૮. છેવટે અઝાબે તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿١٥٩

159૧૫૯. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.

كَذَّبَتۡ قَوۡمُ لُوطٍ ٱلۡمُرۡسَلِينَ﴿١٦٠

160૧૬૦. લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.

إِذۡ قَالَ لَهُمۡ أَخُوهُمۡ لُوطٌ أَلَا تَتَّقُونَ﴿١٦١

161૧૬૧. તેમને તેમના ભાઇ લૂતએ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા?

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ﴿١٦٢

162૧૬૨. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١٦٣

163૧૬૩. બસ! તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿١٦٤

164૧૬૪. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

أَتَأۡتُونَ ٱلذُّكۡرَانَ مِنَ ٱلۡعَٰلَمِينَ﴿١٦٥

165૧૬૫. શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે પોતાની ઈચ્છા પૂરી કરો છો.

وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمۡ رَبُّكُم مِّنۡ أَزۡوَٰجِكُمۚ بَلۡ أَنتُمۡ قَوۡمٌ عَادُونَ﴿١٦٦

166૧૬૬. અને તમારી પત્નીઓ, જે તમારા પાલનહારે તમારા માટે બનાવી છે, તેમને છોડી દો છો,પરંતુ તમે હદ વટાવી જનારા લોકો છો.

قَالُواْ لَئِن لَّمۡ تَنتَهِ يَٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلۡمُخۡرَجِينَ﴿١٦٧

167૧૬૭. તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.

قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ ٱلۡقَالِينَ﴿١٦٨

168૧૬૮. લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.

رَبِّ نَجِّنِي وَأَهۡلِي مِمَّا يَعۡمَلُونَ﴿١٦٩

169૧૬૯. મારા પાલનહાર! જે હરકત આ લોકો કરી રહ્યા છે, તેનાથી મને અને મારા ઘરવાળાઓને બચાવી લે

فَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥٓ أَجۡمَعِينَ﴿١٧٠

170૧૭૦. બસ! અમે તેને અને તેના ઘરવાળાઓને બચાવી લીધા.

إِلَّا عَجُوزٗا فِي ٱلۡغَٰبِرِينَ﴿١٧١

171૧૭૧. એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.

ثُمَّ دَمَّرۡنَا ٱلۡأٓخَرِينَ﴿١٧٢

172૧૭૨. પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.

وَأَمۡطَرۡنَا عَلَيۡهِم مَّطَرٗاۖ فَسَآءَ مَطَرُ ٱلۡمُنذَرِينَ﴿١٧٣

173૧૭૩. અને અમે તેમના પર એક ઝબરદસ્ત વરસાદ વરસાવ્યો. બસ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿١٧٤

174૧૭૪. આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તો પણ તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿١٧٥

175૧૭૫. નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.

كَذَّبَ أَصۡحَٰبُ لۡـَٔيۡكَةِ ٱلۡمُرۡسَلِينَ﴿١٧٦

176૧૭૬. અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.

إِذۡ قَالَ لَهُمۡ شُعَيۡبٌ أَلَا تَتَّقُونَ﴿١٧٧

177૧૭૭. જ્યારે તેમને શુઐબએ કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી.

إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ﴿١٧٨

178૧૭૮. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ﴿١٧٩

179૧૭૯. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

وَمَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿١٨٠

180૧૮૦. હું આના (પ્રચાર માટે) તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.

۞ أَوۡفُواْ ٱلۡكَيۡلَ وَلَا تَكُونُواْ مِنَ ٱلۡمُخۡسِرِينَ﴿١٨١

181૧૮૧. માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.

وَزِنُواْ بِٱلۡقِسۡطَاسِ ٱلۡمُسۡتَقِيمِ﴿١٨٢

182૧૮૨. અને સાચા ત્રાજવા વડે તોલો.

وَلَا تَبۡخَسُواْ ٱلنَّاسَ أَشۡيَآءَهُمۡ وَلَا تَعۡثَوۡاْ فِي ٱلۡأَرۡضِ مُفۡسِدِينَ﴿١٨٣

183૧૮૩. લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.

وَٱتَّقُواْ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلۡجِبِلَّةَ ٱلۡأَوَّلِينَ﴿١٨٤

184૧૮૪. તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું

قَالُوٓاْ إِنَّمَآ أَنتَ مِنَ ٱلۡمُسَحَّرِينَ﴿١٨٥

185૧૮૫. તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યુ છે.

وَمَآ أَنتَ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلۡكَٰذِبِينَ﴿١٨٦

186૧૮૬. અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠો સમજીએ છીએ.

فَأَسۡقِطۡ عَلَيۡنَا كِسَفٗا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ﴿١٨٧

187૧૮૭. જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશ માંથી કોઈ ટુકડો ફેંકી બતાઓ.

قَالَ رَبِّيٓ أَعۡلَمُ بِمَا تَعۡمَلُونَ﴿١٨٨

188૧૮૮. શુએબે કહ્યું કે જે કંઇ તમે કરી રહ્યા છો. મારો પાલનહાર તેને ખૂબ સારી રીતે જાણે છે.

فَكَذَّبُوهُ فَأَخَذَهُمۡ عَذَابُ يَوۡمِ ٱلظُّلَّةِۚ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوۡمٍ عَظِيمٍ﴿١٨٩

189૧૮૯. કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો તેમને છાંયડાના દિવસના અઝાબે પકડી લીધા, તે ભારે દિવસનો અઝાબ હતો.

إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ﴿١٩٠

190૧૯૦. નિ:શંક આમાં મોટી શિખામણ છે પરતું તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ﴿١٩١

191૧૯૧. અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.

وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿١٩٢

192૧૯૨. અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે ઉતાર્યું છે.

نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلۡأَمِينُ﴿١٩٣

193૧૯૩. આને રૂહુલ અમીન દ્વારા ઉતારવામાં આવ્યું.

عَلَىٰ قَلۡبِكَ لِتَكُونَ مِنَ ٱلۡمُنذِرِينَ﴿١٩٤

194૧૯૪. (હે પયગંબર) તમારા હૃદય પર ઉતાર્યું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.

بِلِسَانٍ عَرَبِيّٖ مُّبِينٖ﴿١٩٥

195૧૯૫. સ્પષ્ટ અરબી ભાષામાં છે.

وَإِنَّهُۥ لَفِي زُبُرِ ٱلۡأَوَّلِينَ﴿١٩٦

196૧૯૬. આ કિતાબનું વર્ણન પહેલાનાં સહીફાઓમાં કરવામાં આવ્યું છે.

أَوَلَمۡ يَكُن لَّهُمۡ ءَايَةً أَن يَعۡلَمَهُۥ عُلَمَٰٓؤُاْ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ﴿١٩٧

197૧૯૭. શું આ લોકો (મક્કાના લોકો) માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો બની ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે?

وَلَوۡ نَزَّلۡنَٰهُ عَلَىٰ بَعۡضِ ٱلۡأَعۡجَمِينَ﴿١٩٨

198૧૯૮. અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર ઉતારતા.

فَقَرَأَهُۥ عَلَيۡهِم مَّا كَانُواْ بِهِۦ مُؤۡمِنِينَ﴿١٩٩

199૧૯૯. જે તેમની સામે આ કુરઆન પઢી સંભળાવતો તો પણ આ લોકો ઈમાન ન લાવતા.

كَذَٰلِكَ سَلَكۡنَٰهُ فِي قُلُوبِ ٱلۡمُجۡرِمِينَ﴿٢٠٠

200૨૦૦. આવી જ રીતે અમે પાપીઓના દિલમાં (વ્યર્થ વિરોધ) જ નાખી દીધો છે.

لَا يُؤۡمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُاْ ٱلۡعَذَابَ ٱلۡأَلِيمَ﴿٢٠١

201૨૦૧. તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી અઝાબને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.

فَيَأۡتِيَهُم بَغۡتَةٗ وَهُمۡ لَا يَشۡعُرُونَ﴿٢٠٢

202૨૦૨. બસ! અચાનક તેમના પર દુઃખદાયી અઝાબ આવી જશે અને તેમને આના વિશે ભાન પણ નહીં હોય.

فَيَقُولُواْ هَلۡ نَحۡنُ مُنظَرُونَ﴿٢٠٣

203૨૦૩. તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે?

أَفَبِعَذَابِنَا يَسۡتَعۡجِلُونَ﴿٢٠٤

204૨૦૪. બસ! શું આ લોકો અમારા અઝાબ માટે ઉતાવળ કરે છે?

أَفَرَءَيۡتَ إِن مَّتَّعۡنَٰهُمۡ سِنِينَ﴿٢٠٥

205૨૦૫. સારું, જો અમે તેમને ઘણા વર્ષો સુધી ઠાઠમાઠ જીવન આપી દઈએ.

ثُمَّ جَآءَهُم مَّا كَانُواْ يُوعَدُونَ﴿٢٠٦

206૨૦૬. પછી તેમના પર તે અઝાબ આવી જાય, જેનું વચન તે લોકોને આપવામાં આવતું હતું.

مَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يُمَتَّعُونَ﴿٢٠٧

207૨૦૭. તો પણ તેમનો સામાન, જેનાથી લાભ ઉઠાવી રહ્યા હતા, તેમને કંઇ પણ ફાયદો નહીં પહોંચડે.

وَمَآ أَهۡلَكۡنَا مِن قَرۡيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ﴿٢٠٨

208૨૦૮. અમે ક્યારેય કોઈ એવી વસ્તીને નષ્ટ નથી કરી, જ્યાં અમારા તરફથી કોઈ સચેત કરનાર (પયગંબર) ન પહોચ્યો હોય .

ذِكۡرَىٰ وَمَا كُنَّا ظَٰلِمِينَ﴿٢٠٩

209૨૦૯. જે તેમને શિખામણ આપે. અને અમે જાલિમ નથી.

وَمَا تَنَزَّلَتۡ بِهِ ٱلشَّيَٰطِينُ﴿٢١٠

210૨૧૦. આ કુરઆનને શેતાન નથી લાવ્યા.

وَمَا يَنۢبَغِي لَهُمۡ وَمَا يَسۡتَطِيعُونَ﴿٢١١

211૨૧૧. તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.

إِنَّهُمۡ عَنِ ٱلسَّمۡعِ لَمَعۡزُولُونَ﴿٢١٢

212૨૧૨. પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.

فَلَا تَدۡعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلۡمُعَذَّبِينَ﴿٢١٣

213૨૧૩. બસ! (હે નબી) તમે અલ્લાહ સિવાય કોઈ બીજા ઇલાહને ન પોકારશો, નહીં તો તમે પણ સજા પામનારા લોકો માંથી થઇ જશો.

وَأَنذِرۡ عَشِيرَتَكَ ٱلۡأَقۡرَبِينَ﴿٢١٤

214૨૧૪. અને (હે નબી) પોતાના સંબંધીઓને સચેત કરી દો.

وَٱخۡفِضۡ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ﴿٢١٥

215૨૧૫. જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.

فَإِنۡ عَصَوۡكَ فَقُلۡ إِنِّي بَرِيٓءٞ مِّمَّا تَعۡمَلُونَ﴿٢١٦

216૨૧૬. જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.

وَتَوَكَّلۡ عَلَى ٱلۡعَزِيزِ ٱلرَّحِيمِ﴿٢١٧

217૨૧૭. અને વિજયી, દયાળુ અલ્લાહ પર ભરોસો કરો.

ٱلَّذِي يَرَىٰكَ حِينَ تَقُومُ﴿٢١٨

218૨૧૮. જે તમને જોતો રહે છે, જ્યારે તમે (ઈબાદત માટે) ઊભા થાવ છો.

وَتَقَلُّبَكَ فِي ٱلسَّٰجِدِينَ﴿٢١٩

219૨૧૯. અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારા (રૂકુઅ અને સીજદા)ને પણ જોવે છે.

إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ﴿٢٢٠

220૨૨૦. તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.

هَلۡ أُنَبِّئُكُمۡ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَٰطِينُ﴿٢٢١

221૨૨૧. તમે લોકોને કહો કે શું હું તમને જણાવું કે શેતાન કોની તરફ આવે છે?

تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٖ﴿٢٢٢

222૨૨૨. તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.

يُلۡقُونَ ٱلسَّمۡعَ وَأَكۡثَرُهُمۡ كَٰذِبُونَ﴿٢٢٣

223૨૨૩. જે (શેતાન તરફ) પોતાના કાન લગાવે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.

وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلۡغَاوُۥنَ﴿٢٢٤

224૨૨૪. કવિઓનું અનુસરણ ગુમરાહ લોકો જ કરે છે.

أَلَمۡ تَرَ أَنَّهُمۡ فِي كُلِّ وَادٖ يَهِيمُونَ﴿٢٢٥

225૨૨૫. શું તમે જોતા નથી કે તેઓ (વિચારોના) જંગલોમાં ભટકતા ફરે છે?

وَأَنَّهُمۡ يَقُولُونَ مَا لَا يَفۡعَلُونَ﴿٢٢٦

226૨૨૬. અને એવી વાતો કહે છે, જે કરતા નથી.

إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَذَكَرُواْ ٱللَّهَ كَثِيرٗا وَٱنتَصَرُواْ مِنۢ بَعۡدِ مَا ظُلِمُواْۗ وَسَيَعۡلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓاْ أَيَّ مُنقَلَبٖ يَنقَلِبُونَ﴿٢٢٧

227૨૨૭. હા તે લોકો અળગા છે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા અને અલ્લાહને વધુ યાદ કરે છે, અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, અને જુલમ કરવાવાળાઓને નજીકમાં જ ખબર પડી જશે કે તેઓ કેવા પરિણામ તરફ જઈ રહ્યા છે.

RELATED SURAHS